Menu
કડી વિધાનસભા ચૂંટણી: મતગણતરી સ્ટાફનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાયું
કડી વિધાનસભા ચૂંટણી: મતગણતરી સ્ટાફનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાયું
Published on: 15th June, 2025

કડી વિધાનસભા પેટા ચૂંટણી તા.22 જૂને અને મતગણતરી તા.23 જૂનના રોજ થનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં પારદર્શક રીતે મત ગણતરી સ્ટાફનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાયું હતું. મહેસાણા કલેક્ટર કચેરી ખાતે થયેલા આ રેન્ડેમાઇઝેશન દ્વારા એક પ્રકારે મત ગણતરી માટેના 17 માઈક્રો ઓબ્ઝર્વર, 17 કાઉન્ટિંગ સુપરવાઇઝર અને 17 કાઉન્ટિંગ આસિસ્ટન્ટના ઓર્ડર જનરેટ થયા છે. આ મત ગણતરી સ્ટાફને તા.16 જૂનના રોજ તાલુકા સેવા સદન કડી ખાતે કાઉન્ટિંગ માટેની તાલીમ આપવામાં આવશે. આ સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ, કડી ચૂંટણી અધિકારી આશિષ મિયાત્રા, ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેટીક ઓફિસર સહિતના અધિકારી, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.