વયોવૃદ્ધ પણ મત આપવા પહોંચ્યા: ગોંડલના સુલતાનપુરમાં વોર્ડ નં.7ના સભ્યને ચૂંટવા 344 લોકોનું મતદાન
વયોવૃદ્ધ પણ મત આપવા પહોંચ્યા: ગોંડલના સુલતાનપુરમાં વોર્ડ નં.7ના સભ્યને ચૂંટવા 344 લોકોનું મતદાન
Published on: 23rd June, 2025

ગોંડલના સુલતાનપુર ગામ ખાતે ગ્રામ પંચાયતની સભ્યની વોર્ડ નં.7ની ચૂંટણીમાં ટોટલ 548 મતદારો છે, જેમાં 281 પુરુષો અને 267 સ્ત્રીઓ છે. ભારે વરસાદ છતાં પણ 62.77% મતદાન થયું, જેમાં કુલ 344 લોકોને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. કન્યાશાળામાં મતદાન થયું, જ્યાં વડીલો અને માતાઓએ પણ ભાગ લીધો. હરીફ ઉમેદવારોએ પણ મતદાન કરી આ પર્વને ઉજવ્યો. પોલીસની સઘન કામગીરી સાથે લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું. આ ચૂંટણીમાં લોકોએ શાંતિ અને જવાબદારીનું પ્રદર્શન કર્યું.