ચૂંટણી: નગરા, રામપરા, બાળા અને કટુડામાં ચૂંટણી ગરમાવો
Published on: 15th June, 2025
વઢવાણ તાલુકામાં 4 સરપંચ અને 60 સદસ્યની ચૂંટણી બિનહરીફ થઈ છે. આથી નગરા, કટુડા, રામપરા અને બાળા ગામમાં સરપંચ અને 16 વોર્ડમાં ચૂંટણી થનાર છે. જેમાં સરપંચના 15 અને સદસ્યોમાં 86 ઉમેદવાર મેદાનમાં છે. જેના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થઇ છે. જ્યારે 3 ગામ પંચાયત સમરસ થયા છે. જ્યારે 30 સદસ્ય પણ બિનહરીફ થયા છે. વઢવાણ તાલુકામાં વડોદ, ટીંબા, દેદાદરા, બલદાણા ગામ સમરસ થયા છે. વઢવાણ તાલુકામાં ચૂંટણીના ફોર્મ ભરવા સમયે વઢવાણ પંચાયતના પ્રમુખ અંબારામભાઈ પટેલ, ડેલિગેટ ભુપતસિંહ ગોહિલ, યાર્ડના ડિરેક્ટર જગદીશભાઈ અસવાર કચીયા, ઈશ્વરભાઈ સહિત ઉપસ્થિત રહ્યા હતા. હવે નગરા, બાળા, રામપરા અને કટુડામાં ચૂંટણી થનાર છે.

Published at: June 15, 2025
Read More at દિવ્ય ભાસ્કર