ઉત્તર પ્રદેશમાં ભાજપના ૧૨૫ ધારાસભ્યોની ટિકિટ કપાય તેવી પૂરી શક્યતા
ઉત્તર પ્રદેશમાં ભાજપના ૧૨૫ ધારાસભ્યોની ટિકિટ કપાય તેવી પૂરી શક્યતા
Published on: 09th September, 2026

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવતા, ભાજપે પોતાના ધારાસભ્યોના પ્રદર્શન અને લોકપ્રિયતાનો આંતરિક સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં, લગભગ ૧૨૫ થી ૧૨૮ હાલના ધારાસભ્યો સામે ભારે એન્ટી-ઇન્કમ્બન્સી જોવા મળી છે, જેના પગલે તેમની ટિકિટ કપાય તેવી સંભાવના છે. પશ્ચિમ યુપીથી લઈને પૂર્વ સુધી ઘણા મંત્રીઓ અને દિગ્ગજ ધારાસભ્યો આ યાદીમાં સામેલ છે. આ સર્વે ૨૦૨૪ લોકસભા ચૂંટણીના પરિણામોથી શીખીને કરવામાં આવ્યો છે અને યુપીમાં ભાજપ માટે હેટ્રિક લગાવવાનો પડકાર મોટો છે.