વડોદરા કોર્પોરેશન વેરો વસૂલવામાં આગળ, પણ સુવિધાઓ આપવામાં પાછળ
વડોદરા કોર્પોરેશન વેરો વસૂલવામાં આગળ, પણ સુવિધાઓ આપવામાં પાછળ
Published on: 04th October, 2026

વોર્ડ નંબર-૧૨ના બિલ વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓના અભાવે મ્યુનિ. કોર્પોરેશન કચેરી પહોંચ્યા હતા. સાત વર્ષથી કોર્પોરેશન હદમાં સમાવેશ છતાં રોયલ ક્રિસ્ટ, રોયલ પાર્ક જેવી સોસાયટીઓમાં રસ્તા, પાણી, સફાઈ અને ડ્રેનેજની ગંભીર સમસ્યાઓ યથાવત છે. અધિકારીઓની ગેરહાજરીથી નારાજગી વ્યક્ત કરી, રહીશોએ જણાવ્યું કે સમયસર વેરો વસૂલાય છે, પરંતુ સુવિધાઓ માટે ધક્કા ખાવા પડે છે. સ્વચ્છતાના દાવા પોકળ ગણાવી, વેરો પરત આપવા અને ભવિષ્યમાં વેરો વસૂલવાનું બંધ કરવાની માંગ કરી.