મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ગુજરાત પ્રવાસે
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ગુજરાત પ્રવાસે
Published on: 09th September, 2026

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા, મતદાતા જાગૃતિ અને ચૂંટણી સંચાલનને સુદ્રઢ બનાવવા સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સાબરમતી આશ્રમ અને અડાલજની વાવની મુલાકાત લેશે. અમદાવાદમાં, તેઓ પ્રબુદ્ધ નાગરિકો અને 500થી વધુ BLO (બ્લોક લેવલ ઓફિસર) સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત, 1000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યોને પ્રોત્સાહિત કરશે, જેથી યુવા મતદાતાઓમાં જાગૃતિ વધારી શકાય.