ગુજરાત કોંગ્રેસમાં બનાસકાંઠા જિલ્લા માળખા રદ
ગુજરાત કોંગ્રેસમાં બનાસકાંઠા જિલ્લા માળખા રદ
Published on: 15th September, 2026

સોમવારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનને લઈને વિવાદ વકર્યો છે. પ્રદેશ નેતાગિરીએ ગુલાબસિંહ રાજપૂત દ્વારા સોશિયલ મીડિયા પર બારોબાર નવી ટીમની જાહેરાત કરતા સત્તાવાર રીતે આખું માળખું રદ કર્યું છે. આ નિર્ણયથી પ્રદેશ અને જિલ્લા નેતાગિરી સામસામે આવી ગઈ છે. સિનિયર આગેવાનો અને કાર્યકરોની નારાજગી અને સંગઠનમાં શિસ્તભંગની સ્થિતિ ઊભી થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ પગલું ભર્યું છે. ચૂંટણીઓ નજીક છે ત્યારે સરહદી જિલ્લામાં આ જૂથવાદ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે.