165 કરોડના ડ્રગ્સ-હવાલા કૌભાંડમાં ગુજરાતીઓ અમેરિકામાં ઝડપાયા
165 કરોડના ડ્રગ્સ-હવાલા કૌભાંડમાં ગુજરાતીઓ અમેરિકામાં ઝડપાયા
Published on: 15th September, 2026

અમેરિકાના પેન્સિલવેનિયામાં ગેરકાયદે મેરિજુઆના નેટવર્ક ચલાવી 165 કરોડના હવાલા કૌભાંડના આરોપસર 10 ગુજરાતીઓની ધરપકડ કરાઈ છે. આ નેટવર્ક દ્વારા THC-લેસ્ડ ગમીઝ અને વેપ પ્રોડક્ટ્સ વેચાતા હતા. આરોપીઓએ 37 બેંકોમાં ખાતાઓ ખોલાવી બનાવટી બિલિંગ દ્વારા કાળી કમાણીને "વ્યાપારી આવક" દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જાન્યુઆરી-મે 2025 દરમિયાન માત્ર એક એકાઉન્ટમાંથી 20 મિલિયન ડોલરનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યું છે.