ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપ- કોંગ્રેસના 16 ઉમેદવાર કરોડપતિ પાનસર બેઠકના ભાજપના ઉમેદવાર 20 કરોડના આસામી
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપ- કોંગ્રેસના 16 ઉમેદવાર કરોડપતિ પાનસર બેઠકના ભાજપના ઉમેદવાર 20 કરોડના આસામી
Published on: 18th April, 2026

ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૫ બેઠકો પરના ઉમેદવારોના સોગંદનામામાં સંપત્તિ અને શિક્ષણના રસપ્રદ આંકડા સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ૧૬ ઉમેદવારો કરોડપતિ છે, જેમાં પાનસરના રાજેશ પટેલ ૨૦ કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક છે. ૩૮ ઉમેદવારો પાસે ખેતીની જમીન હોવા છતાં માત્ર બે પાસે જ ટ્રેક્ટર છે. જ્યારે ભાજપના બે મહિલા ઉમેદવારો માત્ર ૨ ધોરણ પાસ છે. રેન્જ રોવર અને લક્ઝરી બસોના કાફલા ધરાવતા ઉમેદવારો વચ્ચે દેવું અને સોનાના દાગીનાની બાબતમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે.