મદદનીશ કમિશ્નર અને મહિલા ડ્રગ્સ ઈન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
મદદનીશ કમિશ્નર અને મહિલા ડ્રગ્સ ઈન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Published on: 20th August, 2026

ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટના મદદનીશ કમિશ્નર પ્રકાશ નાનકરામ પોસનાની અને મહિલા ડ્રગ્સ ઈન્સ્પેક્ટર સુરભીબેન દેસાઈને નવા દવા હોલસેલ પરવાના માટે 40 હજારની લાંચ લેતા નર્મદા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રંગે હાથ ઝડપી પાડ્યા. એક વેપારીએ લાંચ આપવાની ના પાડતા ACB ને જાણ કરી હતી. ACB PI ડી.ડી. વસાવા ની ટીમે ભરૂચ કચેરીમાં ટ્રેપ ગોઠવી બંને અધિકારીઓને રૂા. 40 હજારની લાંચ સ્વીકારતા જ દબોચી લીધા. કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.