અખિલેશે મમતાને આપી સાંત્વના, કહ્યું 'તમે હાર્યા નથી'
અખિલેશે મમતાને આપી સાંત્વના, કહ્યું 'તમે હાર્યા નથી'
Published on: 07th May, 2026

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે (7 મે) કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવે મમતા બેનર્જીને સાંત્વના આપતા કહ્યું હતું કે, ‘દીદી, તમે હાર્યા નથી.’ આ દરમિયાન ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી પણ હાજર હતા અને તેમણે અખિલેશ યાદવનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.