અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવાર સહિત ચાર સામે FIR.
અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવાર સહિત ચાર સામે FIR.
Published on: 27th April, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગરની વી. વી. તોમર સ્કૂલમાં બોગસ મતદાનના આક્ષેપ બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહે ભાજપના કાર્યકરને ધમકી આપી. આ મામલે મેઘાણીનગર પોલીસે નિકુલસિંહ તોમર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Surajsinh Yadavએ FIR નોંધાવી છે. કુબેરનગર વોર્ડ સંવેદનશીલ ગણવામાં આવતો હતો.