ટાટા સન્સ AGM રદ થવાનો સંકટ
ટાટા સન્સ AGM રદ થવાનો સંકટ
Published on: 18th August, 2026

દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક જૂથ ટાટા સન્સના ઇતિહાસમાં પ્રથમ વખત વાર્ષિક સામાન્ય સભા (AGM) રદ થવાની અસામાન્ય પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચેરમેન એન. ચંદ્રશેખરને પોતાની મુદત પૂર્ણ થયા બાદ ફરીથી પદ સ્વીકારવાનો ઇનકાર કરતાં કંપનીમાં હલચલ મચી ગઈ છે. 18 ઑગસ્ટની AGMમાં ‘સર રતન ટાટા ટ્રસ્ટ’ તરફથી કોઈ પ્રતિનિધિ નોમિનેટ ન થતાં કોરમ પૂરું ન થવાનું જોખમ છે. બોર્ડમાં નેતૃત્વ મુદ્દે મતભેદ અને મતદાનને લઈને અસમંજસ જોવા મળી રહી છે, જેના કારણે કોર્પોરેટ જગતમાં ચર્ચાઓ તેજ બની છે.