મારુતિ સુઝુકીની Alto K10 થી Baleno સુધીની કારો થઈ વધુ મોંઘી
મારુતિ સુઝુકીની Alto K10 થી Baleno સુધીની કારો થઈ વધુ મોંઘી
Published on: 18th August, 2026

જો તમે મારુતિ સુઝુકીની નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે હવે વધારે ખર્ચ કરવો પડશે. મારુતિ સુઝુકીએ Arena ડીલરશીપ દ્વારા વેચાતી કારોની કિંમતોમાં ₹10,000 સુધીનો વધારો કર્યો છે. ખાસ કરીને Balenoની કિંમતમાં ₹30,000 સુધીનો વધારો થયો છે. Alto K10, S-Presso, Celerio, WagonR, Swift, Dzire, Brezza જેવી મોટાભાગની કારો મોંઘી થઈ છે. ભાવ વધારાનું મુખ્ય કારણ ઇનપુટ ખર્ચ અને કાચા માલના વધતા ભાવ છે. આ ભાવ વધારાની અસર ગ્રાહકોના બજેટ પર પડશે.