ટ્રમ્પને ગમી ભારતની ચૂંટણી પ્રણાલી, 'વોટર આઈડી' અને 'સેવ અમેરિકા બિલ' પર ભાર
ટ્રમ્પને ગમી ભારતની ચૂંટણી પ્રણાલી, 'વોટર આઈડી' અને 'સેવ અમેરિકા બિલ' પર ભાર
Published on: 18th August, 2026

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલી અને વોટિંગ પ્રક્રિયાના ખૂબ વખાણ કર્યા છે. તેમણે અમેરિકામાં પારદર્શી ચૂંટણીઓ માટે ભારતીય મોડલ અપનાવી 'વોટર આઈડી કાર્ડ' ફરજિયાત બનાવવાની જોરદાર હિમાયત કરી છે. ટ્રમ્પે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "ભારતમાં વિશાળ વસ્તી અને ભૌગોલિક વિવિધતા હોવા છતાં અત્યંત સુચારુ અને પારદર્શી ચૂંટણીઓ યોજાય છે. દરેક મતદાર પાસે માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ જરૂરી છે." તેમણે કોંગ્રેસને 'Save America Bill' ઝડપથી પસાર કરવા વિનંતી કરી, જે US ફેડરલ ચૂંટણીઓમાં નાગરિકતા અને માન્ય ઓળખના પુરાવાને ફરજિયાત બનાવશે.