Menu
UPI સર્વિસ ફરી થોડા સમય માટે ઠપ, Paytm, PhonePe અને Google Payમાં પેમેન્ટ અટક્યાં
UPI સર્વિસ ફરી થોડા સમય માટે ઠપ, Paytm, PhonePe અને Google Payમાં પેમેન્ટ અટક્યાં
Published on: 12th May, 2025

12 મે સમગ્ર ભારતમાં Unified Payments Interface (UPI) સર્વિસ ફરીથી ડાઉન થઈ. આ કારણે Paytm, PhonePe અને Google Pay જેવા એપ્લિકેશન્સના યુઝર્સને UPI દ્વારા પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડી. લોકો પેમેન્ટ ન કરી શકતા હેરાન થયા હતા. આ સમસ્યા સાંજે 5 વાગ્યા આસપાસ શરુ થઈ હતી અને સાંજે 7 વાગ્યે સૌથી વધુ 913 ફરિયાદો નોંધવામાં આવી. આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ DownDetector દ્વારા આ માહિતી મળી છે. આથી અનેક લોકોએ તેમની રકમ ટ્રાન્ઝેક્શન માટે રાહ જોવી પડી.