EPFO વેતન મર્યાદા ₹25,000, 51 લાખ કર્મચારીઓને ફાયદો
EPFO વેતન મર્યાદા ₹25,000, 51 લાખ કર્મચારીઓને ફાયદો
Published on: 16th September, 2026

કેન્દ્રીય કેબિનેટે EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટે માસિક વેતન મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 પ્રતિ માસ કરી દીધી છે. આ નિર્ણયથી 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓ સામાજિક સુરક્ષા હેઠળ આવશે. આ વધારાને કારણે ₹15,000 થી ₹25,000 ની આવક ધરાવતા કર્મચારીઓ હવે PF, પેન્શન અને જીવન વીમા જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે. 2014 પછી પ્રથમ વખત વેતન સીમામાં આ સુધારો કરવામાં આવ્યો છે, જે સમયની માંગ હતી.