બંધ PF એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરવાની EPFOની સરળ પ્રક્રિયા
બંધ PF એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરવાની EPFOની સરળ પ્રક્રિયા
Published on: 29th July, 2026

ઘણા કર્મચારીઓના જૂના PF એકાઉન્ટ ઈનએક્ટિવ થઈ જાય છે. હવે EPFOએ આ સમસ્યાના નિરાકરણ માટે નવી પ્રક્રિયા શરૂ કરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા લોન્ચ કરાયેલા નવા ડિજિટલ પોર્ટલ પર, તમે તમારા જૂના PF બેલેન્સને સરળતાથી ટ્રેક કરી શકો છો અને તેને તમારા વર્તમાન UAN એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. આ આધાર-આધારિત પ્લેટફોર્મ ઈનએક્ટિવ એકાઉન્ટ્સ ઓળખવા, બેલેન્સ તપાસવા અને ઓનલાઈન ક્લેમ ફાઈલ કરવાની સુવિધા આપે છે. આ પ્રક્રિયાથી વિવિધ નોકરીદાતાઓ પાસે જમા પ્રોવિડન્ટ ફંડની બચત ટ્રાન્સફર કરવાની ઝંઝટ દૂર થશે.