મન કી બાતનો 123મો એપિસોડ: PMએ કહ્યું- યોગની ભવ્યતા વધી રહી છે, લોકો પોતાના રોજિંદા જીવનમાં અપનાવી રહ્યા છે
મન કી બાતનો 123મો એપિસોડ: PMએ કહ્યું- યોગની ભવ્યતા વધી રહી છે, લોકો પોતાના રોજિંદા જીવનમાં અપનાવી રહ્યા છે
Published on: 29th June, 2025

આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો શો 'મન કી બાત'નો 123મો એપિસોડ પ્રસારિત થયો. PMએ યોગ દિવસની ભવ્યતાની વાત કરી, જેમાં વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને નૌકાદળના જહાજો પર યોગના આકર્ષક દ્રશ્યો જોવા મળ્યા. વડનગરમાં 2100 લોકોએ ભુજંગાસન કરીને રેકોર્ડ બનાવ્યો. આ પહેલાં 122મા એપિસોડમાં, PMએ ઓપરેશન સિંદૂરને ભારતની હિંમત અને બદલાતા ભારતની તસવીર ગણાવી હતી. 'મન કી બાત' 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ કાર્યક્રમ આકાશવાણીના 500થી વધુ પ્રસારણ કેન્દ્રો પરથી પ્રસારિત થાય છે.