પુતિનના 'ફ્લાઇંગ ક્રેમલિન'ની ખાસિયતો
પુતિનના 'ફ્લાઇંગ ક્રેમલિન'ની ખાસિયતો
Published on: 11th September, 2026

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનું ખાસ પ્લેન 'ફ્લાઇંગ ક્રેમલિન' તરીકે ઓળખાય છે. માત્ર તેનું મોટું કદ જ નહીં, પરંતુ તેની હાઈટેક કોમ્યુનિકેશન, કમાન્ડ સિસ્ટમ અને મજબૂત સુરક્ષા તેને સામાન્ય VIP પ્લેનથી અલગ પાડે છે. આ પ્લેન હવામાં રહીને પણ સરકારનું કામકાજ નોન-સ્ટોપ ચાલુ રાખી શકે છે. અત્યંત સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન, મિસાઈલ સામે રક્ષણ, હાઈટેક ઑફિસ, અને 11,000 કિલોમીટર સુધી ઉડવાની ક્ષમતા જેવી ખાસિયતો તેને દુનિયાના સૌથી પાવરફુલ રાષ્ટ્રપ્રમુખ પ્લેન્સમાંની એક બનાવે છે.