
આગોતર પ્રજાલક્ષી આયોજન : જમીનોના જમીન માલિકો અને જાહેર જનતાને નગર રચના યોજનાની વિસ્તૃત સમજ આપવા પબ્લીક મીટીંગનું આયોજન
સુરત મહાનગરપાલિકા દ્વારા મોટા વરાછા વિસ્તારમાં નગર રચના યોજના નં. 94 મોટા વરાછા બનાવાનો ઈરાદો નગર નિયોજન સમિતિના ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. સ્કીમ વિસ્તારમાં ટોપો ગ્રાફિક સર્વે, રેવન્યુ રેકર્ડ, સિટી સર્વે / ડી.આઈ.એલ.આર.દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા રેકર્ડ વગેરેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી હાઇ ટેન્સન લાઇન, ગેસ લાઇન, કેનાલ રોડ વગેરેનો અભ્યાસ કરી આયોજન લક્ષી પાસાઓને ચકાસી સ્કીમનું આયોજન કરવા કમિશનરના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. રહીશોને વિવિધ માળખાકીય સુવિધાઓ પુરી પાડવા આયોજન સુરત મહાનગરપાલિકાના પૂર્વ સરથાણા ઝોન-બી વિસ્તારમાં સમાવિષ્ટ મોટા વરાછાની જમીનોને મંજૂર વિકાસ નકશા-2035 મુજબ રહેણાંક ઝોનમાં સ્થિત કરવામાં આવેલા છે. જે અતિ ઝડપથી વિકાસ પામી રહેલા વિસ્તાર છે. આ વિસ્તારનું સુવ્યવસ્થિત આયોજન કરી આયોજનબદ્ધ વિકાસ કરી શકાય તથા યોગ્ય રોડ નેટવર્કનું આયોજન કરી અસરકારક કનેક્ટિવિટી પુરી પાડી શકાય તથા રહીશોને વિવિધ માળખાકીય સુવિધાઓ પુરી પાડી શકાય તે હેતુસર ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 અને રૂલ્સ-1979ની જોગવાઇ મુજબ મોટાવરાછાના 119.51 હેક્ટર વિસ્તારમાં નગર રચના યોજના બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રોડ રસ્તા સહિતની સુવિધાનો આયોજન નગર રચના યોજના મોટાવરાછામાં કુલ 45 મી., 36 મી, 30 મી., 18 મી. અને 12 મી. પહોળાઈના રસ્તાઓ સૂચવવામાં આવ્યા છે. નગર રચના યોજના નં. 94 મોટા વરાછા માં પશ્ચિમ 36 મી. પહોળાઈનો ટી.પી.રોડ, ઉત્તરે મુસદ્દા રૂપ નગર રચના યોજના નં. 84 (કોસાડ–ભરથાણા કોસાડ– મોટા વરાછા–અબ્રામા) માં સમાવિષ્ટ 90 મી. પહોળાઇ ના આઉટર રીગ રોડને જોડશે તથા ઉત્તર-દક્ષિણે 45.00 મી. પહોળાઈનો દુઃખિયાના દરબાર તરફ જતો રસ્તો એક મહત્વનો લીંક રોડ બનશે, જેનાથી ભવિષ્યમાં થનાર વિકાસ અન્વયે ટ્રાફિક ની સમસ્યાનું નિરાકરણ આવશે. વિવિધ માળખાકીય સુવિધા ઉભી થશે નગર રચના યોજના તથા તેને લાગુ વિસ્તારમાં યોગ્ય કનેકટીવીટી મળી રહે તથા સુચારૂ વાહનવ્યવહાર જળવાય અને તમામ મુળખંડો ને ટી.પી.રસ્તા પરથી એપ્રોચ મળે તે મુજબ વિવિધ પહોળાઇના રસ્તાઓનું/રોડ નેટવર્કનું આયોજન કરવામાં આવેલું છે. જેના પર પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, સ્ટ્રોમ ડ્રેઇન જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાશે તથા પ્રજાલક્ષી કામોને વેગ મળશે. આયોજનથી વિવિધ જાહેર હેતુ માટેના અનામત અંતિમખંડો જેવા કે, પ્રાથમિક સુવિધાઓ માટે વોટર ડીસ્ટ્રી. સેન્ટર, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન તથા જાહેર જનતાની સુવિધા હેતુસર ગાર્ડન, શાળા અને રમત ગમતનું મેદાન, સ્પોર્ટ કોમ્પલેક્ષ, પાર્કીગ, ઓપન સ્પેસ, વેજીટેબલ માર્કેટ તેમજ સામાજીક તથા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે એસ.ઇ.ડબલ્યુ.એસ હેતુના પ્લોટોના આયોજન થવાથી જાહેર જનતા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાશે. નગર રચના યોજના વિસ્તારોમાં આયોજીત વિવિધ જાહેર હેતુ માટેના અનામત અંતિમ ખંડો પ્લોટો ટી.પી.સ્કીમની રૂએ સુરત મહાનગરપાલિકાને પ્રાપ્ત થતા સદર પ્લોટોમાં નવા સમાવિષ્ટ સુરત શહેરના વિસ્તારોની જાહેર જનતાને વિવિધ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાશે.
આગોતર પ્રજાલક્ષી આયોજન : જમીનોના જમીન માલિકો અને જાહેર જનતાને નગર રચના યોજનાની વિસ્તૃત સમજ આપવા પબ્લીક મીટીંગનું આયોજન
