ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ: ભારતની મહાસાગરીય ઓળખ અને ભાવિ વ્યૂહરચના
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ: ભારતની મહાસાગરીય ઓળખ અને ભાવિ વ્યૂહરચના
Published on: 28th July, 2026

વિશ્વની બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિમાં સમુદ્રો, બંદરો અને જળમાર્ગો રાષ્ટ્રીય શક્તિના નિર્ણાયક બન્યા છે. આ પરિપ્રેક્ષ્યમાં, ભારતના દક્ષિણ છેડે આવેલો ગ્રેટ નિકોબાર દ્વીપ મહત્વપૂર્ણ બની રહ્યો છે. ભારત સરકાર અહીં આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ બંદર, ગ્રીનફ્લ્ડિ એરપોર્ટ અને આધુનિક સુવિધાઓ વિકસાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ 'બ્લૂ ઇકોનોમી' અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ઐતિહાસિક પગલું ગણાય છે. જોકે, વિવેચકો જૈવવિવિધતા, આદિવાસી અસ્તિત્વ અને પર્યાવરણ માટે ચિંતા વ્યક્ત કરે છે. આ પ્રોજેક્ટ વિકાસ અને સંરક્ષણ વચ્ચેના સંતુલનની કસોટી છે.