નવસારીના ચોખડમાં ખાનગી સોસાયટીનું ગંદું પાણી જાહેર વિસ્તારમાં
નવસારીના ચોખડમાં ખાનગી સોસાયટીનું ગંદું પાણી જાહેર વિસ્તારમાં
Published on: 05th October, 2026

નવસારીના જલાલપોર તાલુકાના ચોખડ ગામમાં ખાનગી સોસાયટીઓ દ્વારા ડ્રેનેજના ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન કરતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીઓ દ્વારા ગંદા પાણીને સીધું જાહેર વિસ્તારમાં છોડવામાં આવતા ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે બીમારીઓ ફેલાવાનું જોખમ વધ્યું છે. મચ્છરોનો ઉપદ્રવ વધવાથી ડેન્ગ્યૂ, મેલેરિયા જેવા રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને યોગ્ય નિકાલ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે.