રાજકોટના ગાંધીગ્રામ આવાસમાં કચરાટોપલીઓની ગંદકી
રાજકોટના ગાંધીગ્રામ આવાસમાં કચરાટોપલીઓની ગંદકી
Published on: 05th October, 2026

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં નાણાવટી ચોક આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં મહાનગરપાલિકા દ્વારા કચરાટોપલીઓમાંથી માત્ર કચરો ઉપાડવામાં આવે છે, પરંતુ તેની નિયમિત સફાઈ અને ધોવાણ થતું નથી. લાંબા સમયથી ચોંટેલો સડેલો કચરો અસહ્ય દુર્ગંધ ફેલાવી રહ્યો છે. આ ગંદકીને કારણે મચ્છરો, ઈયળો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગચાળા ફેલાવાની ચિંતા છે. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્રની બેદરકારી ચાલુ છે.