અમરેલીના ગોપાલગ્રામમાં 7 સાવજોએ મધરાતે ગામમાં ઘુસી 3 પશુનું કર્યું મારણ
અમરેલીના ગોપાલગ્રામમાં 7 સાવજોએ મધરાતે ગામમાં ઘુસી 3 પશુનું કર્યું મારણ
Published on: 05th October, 2026

ધારી તાલુકાના ગોપાલગ્રામમાં ગઈ રાત્રે એકસાથે 7 સાવજો ગામની બજારોમાં ફરી રહ્યા હતા. આ સાવજોએ ત્રણ પશુઓનો શિકાર કર્યો અને ત્યારબાદ લોકો જાગી જતાં તેમને જોવા માટે શેરીઓમાં એકઠા થઈ ગયા હતા. ગીર વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, જ્યાં સાવજો વારંવાર ગામડાઓમાં શિકાર માટે પ્રવેશે છે. વન વિભાગને જાણ થતાં કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સાવજોને સુરક્ષિત રીતે ત્યાંથી ખદેડી મૂક્યા હતા.