મિસ યુનિવર્સ ઇન્ડિયા ફિનાલે પછી ગૂગલ ક્લાઉડ એન્જિનિયર બની ઓફિસ પહોંચી
મિસ યુનિવર્સ ઇન્ડિયા ફિનાલે પછી ગૂગલ ક્લાઉડ એન્જિનિયર બની ઓફિસ પહોંચી
Published on: 16th September, 2026

મોટાભાગના સ્પર્ધકો માટે મિસ યુનિવર્સ ઇન્ડિયા જેવું મોટું મંચ કારકિર્દીની નવી શરૂઆત હોય છે. પરંતુ, ફાઇનલિસ્ટ ઉમંગા કુમાવત માટે આ સ્પર્ધા બાદ પોતાના લેપટોપ અને દૈનિક ઓફિસ રૂટિન તરફ પાછા ફરવાની ક્ષણ હતી. જયપુર ફિનાલેના થોડા દિવસોમાં જ ઉમંગા ગૂગલની બેંગલુરુ ઓફિસમાં ક્લાઉડ એન્જિનિયર તરીકે કામ કરતી જોવા મળી. મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કરનાર ઉમંગાએ ટોપ-20માં સ્થાન મેળવ્યું હતું. આ વીડિયોમાં તેણે સૌંદર્ય સ્પર્ધા પછી એક સામાન્ય ગૂગલ કર્મચારી તરીકેનો પોતાનો આખો દિવસ દર્શાવ્યો છે.