Knowledge: વીજળી વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ તમે વાદળો પડવાની ઘટના વિશે જાણો છો ?
Knowledge: વીજળી વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ તમે વાદળો પડવાની ઘટના વિશે જાણો છો ?
Published on: 05th July, 2025

દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદથી તબાહી થઈ રહી છે, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં. રસ્તાઓ નદી જેવા બની ગયા છે અને ઘણી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે, જેમ કે હિમાચલ પ્રદેશના મંડીમાં. "Cloud burst" એટલે કે વાદળ પડવું, જેમાં અચાનકથી ભારે વરસાદ થાય છે અને ઓછા સમયમાં વધારે પાણી ભરાય જાય છે. ટેકનિકલી વાદળો પડતાં નથી, પરંતુ ભારે વરસાદ અને કરા પડવાની ઘટનાને વાદળ ફાટવું કહેવામાં આવે છે. જ્યારે વાદળોમાં ખૂબ ભેજ હોય છે, ત્યારે તે ભારે થઈ જાય છે અને હવાના દબાણને સંભાળી શકતું નથી, જેના કારણે "landslide" જેવી સ્થિતિ પણ ઉભી થઇ શકે છે.