પિતાના અવસાન બાદ પુત્રએ કેમિકલ છોડી કેળાની 50 જાત ઉગાડી
પિતાના અવસાન બાદ પુત્રએ કેમિકલ છોડી કેળાની 50 જાત ઉગાડી
Published on: 08th June, 2026

પિતાના કેન્સરથી અવસાન બાદ સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી. 2019થી તેમણે 8 વીઘા જમીનના સાડા ત્રણ વીઘામાં 50થી વધુ જાતના કેળા, જેમાં લાલ કેળ, બ્લુ જાવા જેવી જાતોનો સમાવેશ થાય છે, તેની ખેતી શરૂ કરી. પ્રાકૃતિક ખેતીથી ખાતર-દવાનો ખર્ચ શૂન્ય થયો અને જમીન ફળદ્રુપ બની. કેળાની લૂમનું સરેરાશ વજન 30 કિલોથી વધુ રહે છે. મૂલ્યવર્ધન દ્વારા વેફર-પાવડર બનાવીને કલ્પેશભાઈ વાર્ષિક ₹ 10 થી 12 લાખની શુદ્ધ આવક મેળવી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ પણ તેમના કાર્યની નોંધ લીધી છે.