મધર ઓફ મોડર્ન યોગા: 19મી સદીમાં જન્મ, 21મી સદીમાં મોત
મધર ઓફ મોડર્ન યોગા: 19મી સદીમાં જન્મ, 21મી સદીમાં મોત
Published on: 20th June, 2026

રશિયામાં જન્મેલાં યુઝની પીટરસન નામનાં મહિલા ભારતના એવા પ્રેમમાં પડે છે કે યોગને પશ્ચિમમાં પ્રચાર-પ્રસાર કરવાના મિશનને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી દે છે. ઇન્દ્રાદેવી તરીકે ઓળખાયેલાં આ માનુની કહેતાં કે, 'યોગ એ કોઈ ધામક પ્રક્રિયા નથી. યોગ તો મુક્તિનો માર્ગ છે. મનુષ્યની પૂર્ણ મુક્તિ પોતાની જાતને શોધવામાં રહેલી છે. નવેમ્બર ૧૯૨૭માં યુઝનીએ ભારતમાં પગ મૂક્યો. કલકત્તા જઈને ટાગોરને મળ્યાં, ગાંધીજી અને જે. કૃષ્ણમૂર્તિને પણ મળ્યાં. દિલપૂર્વક ભારતભ્રમણ કર્યું. તેઓ ભારતના પ્રેમમાં પડી ગયાં. એમને તીવ્રતાથી અનુભૂતિ થઈ કે મારું આધ્યાત્મિક ઘર તો ભારત જ છે.