ભગવાનને જ્યારે 14 દિવસની મેડિકલ લીવ અપાય છે...
ભગવાનને જ્યારે 14 દિવસની મેડિકલ લીવ અપાય છે...
Published on: 19th June, 2026

મેરા ભારત મહાન-અક્ષય અંતાણીભક્તો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે, 'હે ભગવાન અમને સાજા-નરવા રાખજો, તબિયત સારી રહે એવા આશીર્વાદ .' પણ ભક્તોને સાજા-નરવા રાખતા ભગવાન ખુદ માંદા પડે તો શું થાય? આ સવાલનો જવાબ મેળવવા રાજસ્થાનના કોટાના ઐતિહાસિક જગદીશ મંદિરમાં જવું જોઈએ. છેલ્લાં ૩૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર જેઠ મહિનાની પૂણમાએ ભગવાનના અછો અછો વાના કરવામાં આવે છે. અસહ્ય ગરમી પડે ત્યારે ભગવાનને પાણીના ૫૧ કળશથી સ્નાન કરાવવામાં આવે છે.