ઈરાન યુદ્ધથી દેશના ઉત્પાદન અને સેવા ક્ષેત્ર પર ગંભીર અસર.
ઈરાન યુદ્ધથી દેશના ઉત્પાદન અને સેવા ક્ષેત્ર પર ગંભીર અસર.
Published on: 25th March, 2026

ઈરાન યુદ્ધને પગલે દેશના ઉત્પાદન અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પર માર્ચ મહિનામાં ગંભીર અસર થઈ છે, એવું HSBCના Purchasing Managers' Index (PMI) પરથી જાણવા મળ્યું છે. માર્ચમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુક્ત PMI સાડા ત્રણ વર્ષના નીચલા સ્તરે છે. મંદ માંગ અને ખર્ચના દબાણને લીધે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. ફેબ્રુઆરીમાં PMI 58.90 હતો, જે માર્ચમાં ઘટીને 56 થયો છે.