ઇરાનમાં અમેરિકા સામે લાખો લોકો શસ્ત્રો સાથે ઉતર્યા
ઇરાનમાં અમેરિકા સામે લાખો લોકો શસ્ત્રો સાથે ઉતર્યા
Published on: 19th September, 2026

ફેબુ્રઆરીમાં થયેલા અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ ઇરાનના લાખો નાગરિકો રસ્તા પર ઉતર્યા છે. આ વિશાળ રેલીનું આયોજન ઇરાન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નાગરિકોએ હાથમાં બંદુકો અને રાઇફલો લઇને સ્વરક્ષણ માટે પ્રદર્શન કર્યું. સરકારે તેને 'પ્રતિકાર રેલી' નામ આપ્યું છે. હોર્મુઝ ખાડીમાં વધતી તંગદીલી અને અમેરિકા દ્વારા ઇરાનના આર્થિક વ્યવહારો પર પ્રતિબંધો વચ્ચે, ઇરાને અમેરિકાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ઇઝરાયેલની જેમ, ઇરાન પણ હવે પોતાના નાગરિકોને હથિયારોની તાલીમ આપી રહ્યું છે, જેમાં લગભગ દસ લાખ લોકોને તાલીમ આપવામાં આવશે.