ઈરાનનો આરોપ: અમેરિકાએ ભારતીય જહાજો પર હુમલો કરી ત્રણ ભારતીયોની હત્યા કરી
ઈરાનનો આરોપ: અમેરિકાએ ભારતીય જહાજો પર હુમલો કરી ત્રણ ભારતીયોની હત્યા કરી
Published on: 13th June, 2026

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય જહાજો પર થયેલા હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યા બાદ ઈરાન ભડકી ઉઠ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે અને ઊલટા આરોપ લગાવ્યો છે કે અમેરિકન સેનાએ ઓમાનની ખાડીમાં ત્રણ ભારતીય જહાજો પર હુમલો કર્યો, જેમાં ત્રણ નિર્દોષ ભારતીય ખલાસીઓના મોત થયા છે. ઈરાને આ ઘટનાઓને અમેરિકાની હથિયારોના જોરે ધાક-ધમકી અને આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં લૂંટારાઓની જેમ દાદાગીરી કરવાની નીતિ ગણાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે હુમલાનો ભોગ બનેલા જહાજો ભારતીય માલિકીના ન હતા, પરંતુ તેમાં ભારતીય ક્રૂ સવાર હતા.