કુવૈત એરપોર્ટ પર ઈરાની હુમલામાં એક ભારતીયનું મોત, 60થી વધુ ઘાયલ
કુવૈત એરપોર્ટ પર ઈરાની હુમલામાં એક ભારતીયનું મોત, 60થી વધુ ઘાયલ
Published on: 03rd June, 2026

કુવૈતમાં ભારતીય દૂતાવાસે કુવૈત એરપોર્ટ પર થયેલા ઈરાની drone હુમલામાં એક ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. હુમલા બાદ કુવૈતે હવાઈ ટ્રાફિક સ્થગિત કર્યો હતો. દૂતાવાસ કુવૈત અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને શોકગ્રસ્ત પરિવાર તથા ઘાયલોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘાયલોની સારવાર અને સર્જરી શરુ કરવામાં આવી છે.