પાકિસ્તાન, તુર્કિયે અને સાઉદી અરેબિયાના 'ઇસ્લામિક નાટો'માં મોટો વળાંક!
પાકિસ્તાન, તુર્કિયે અને સાઉદી અરેબિયાના 'ઇસ્લામિક નાટો'માં મોટો વળાંક!
Published on: 09th August, 2026

સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે તાજેતરમાં રચાયેલા સંરક્ષણ જોડાણમાં મોટો રાજદ્વારી વળાંક આવ્યો છે. મક્કામાં થયેલા કરાર બાદ તૂર્કિયેના વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટ કર્યું છે કે આ કરાર ઇરાન કે અન્ય કોઈ દેશ વિરુદ્ધ નથી. એક દેશ પર હુમલો ત્રણેય પર હુમલો ગણાશે નહીં, અને NATOના Article 5 જેવી પરસ્પર સંરક્ષણની જોગવાઈઓ હોવા છતાં, સૈન્ય સહાય આપમેળે શરૂ નહીં થાય. તૂર્કિયે ઇરાન સાથે સીધો તણાવ વધારવા માંગતું નથી, જેના કારણે આ જોડાણના હેતુ પર પ્રશ્નાર્થ સર્જાયો છે.