ઈરાની સેના IRGC અને અમેરિકી હથિયારોથી સજ્જ કુર્દો વચ્ચે સરહદ પર લોહિયાળ જંગ!
ઈરાની સેના IRGC અને અમેરિકી હથિયારોથી સજ્જ કુર્દો વચ્ચે સરહદ પર લોહિયાળ જંગ!
Published on: 30th June, 2026

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ ઈરાનના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ સરહદી વિસ્તારોમાં ફરી હિંસક અથડામણો શરૂ થતાં નવા સંઘર્ષની આશંકા વધી છે. કેરમાનશાહ અને કુર્દિસ્તાન પ્રાંતમાં થયેલા હુમલાઓમાં અનેક ઈરાની સૈનિકો, IRGCના સભ્યો અને પોલીસકર્મીઓના મોત થયા છે, જ્યારે કેટલાક ઘાયલ થયા છે. અહેવાલો મુજબ કુર્દ સશસ્ત્ર જૂથો સાથે ગેરીલા સંઘર્ષ તેજ બન્યો છે. વિવિધ સરહદી વિસ્તારોમાં તણાવ વધતા ઈરાન સામે વધુ મોટા સંઘર્ષની શક્યતા વ્યક્ત થઈ રહી છે.