હોર્મુઝ નાકાબંધી હટી: 34 જહાજો ભારતમાં આવશે, 15 કરોડ ખેડૂત પરિવારોને રાહત
હોર્મુઝ નાકાબંધી હટી: 34 જહાજો ભારતમાં આવશે, 15 કરોડ ખેડૂત પરિવારોને રાહત
Published on: 16th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ પરથી નાકાબંધી હટી જતાં ભારતને મોટી રાહત મળી છે. કતારથી એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) લઈને આવી રહેલું જહાજ 'દિશા' હોર્મુઝ પાર કરી ગયું છે. આ અને આવા અનેક જહાજો છેલ્લા કેટલાય મહિનાઓથી ફસાયેલા હતા. પેટ્રોલ, ગેસ અને ખાતર ભરેલા આ જહાજો હવે ભારત આવશે, જેનાથી અંદાજે 15 કરોડ ખેડૂત પરિવારોને ટૂંક સમયમાં રાહત મળવાની આશા છે.