મહેમદાવાદના ઘોડાસર ગામમાં બાકી વેરા વસૂલાત માટે કંપનીઓ સુધી ગ્રામજનોની રેલી
મહેમદાવાદના ઘોડાસર ગામમાં બાકી વેરા વસૂલાત માટે કંપનીઓ સુધી ગ્રામજનોની રેલી
Published on: 10th August, 2026

મહેમદાવાદના ઘોડાસર ગામમાં 11 કંપનીઓનો કરોડો રૂપિયાનો વેરો વર્ષોથી બાકી હોવાના મુદ્દે ગ્રામજનો આક્રમક બન્યા છે. સરપંચ, તલાટી અને ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે બાકી વેરાદારોની કંપનીઓ સુધી રેલી યોજી વેરો ભરવા ઉગ્ર રજૂઆત કરી હતી. 3 કંપનીઓએ વેરો ભરવાની સંમતિ દર્શાવી છે, જ્યારે 8 એકમો 4 વર્ષથી વેરો ચૂકવતા ન હોવાનો આક્ષેપ છે. ગ્રામજનોએ પરવાનગી વગર બાંધકામ, સરકારી જમીન પર દબાણ, પ્રદૂષિત પાણી અને કેન્સરના કેસ વધવા જેવા ગંભીર આરોપો પણ કર્યા છે.