નડિયાદ શહેરમાં ફૂડ વિભાગની મોટાપાયે કાર્યવાહી: 9 સ્થળે ચેકિંગ
નડિયાદ શહેરમાં ફૂડ વિભાગની મોટાપાયે કાર્યવાહી: 9 સ્થળે ચેકિંગ
Published on: 10th August, 2026

નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ વેપારી મથકો અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરી શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા હતા. ડેરી પ્રોડક્ટ્સના નામે વેચાતા એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ સામે કાર્યવાહી કરાઈ. કુલ 9 સ્થળોએ તપાસ કરી, 5 શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા. અસ્વાસ્થ્યપ્રદ અને વાસી ખાદ્યસામગ્રી, જેમ કે હોટડોગ, પાવ, કુલચા, ગ્રેવી અને ખાદ્યકચરો, કુલ રૂ. 2,100નો જથ્થો સ્થળ પર નાશ કરાયો. તંત્રે ખાદ્યસુરક્ષા નિયમોના પાલનની ચેતવણી આપી.