પશ્ચિમ બંગાળની સ્કૂલોમાં 'વંદે માતરમ' ફરજિયાત.
પશ્ચિમ બંગાળની સ્કૂલોમાં 'વંદે માતરમ' ફરજિયાત.
Published on: 14th May, 2026

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સવારની પ્રાર્થના સભામાં ‘વંદે માતરમ’ ગાવાનું ફરજિયાત કરી દીધું છે. બંગાળ શિક્ષણ વિભાગે 13 મેના રોજ જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે, આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરાયો છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, આગામી સોમવારથી રાજ્યની તમામ સ્કૂલોમાં આ ફેરફાર જોવા મળશે. આ આદેશમાં સ્પષ્ટતા કરાઈ છે કે, બંગાળની તમામ સ્કૂલમાં સવારની પ્રાર્થનામાં આ નિયમનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેનું વીડિયો રેકોર્ડિંગ રાખવું પડશે.