દેશના 166 જળાશયોમાં માત્ર 24.75% પાણી, 15 ડેમમાં સ્ટોક સામાન્ય કરતાં અડધો.
દેશના 166 જળાશયોમાં માત્ર 24.75% પાણી, 15 ડેમમાં સ્ટોક સામાન્ય કરતાં અડધો.
Published on: 31st May, 2026

ઉનાળાની ચરમસીમાએ દેશના 166 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ઘટીને કુલ ક્ષમતાના 24.75% થયું છે. મે મહિનામાં જ 21.411 બિલિયન ક્યુબિક મીટર પાણી ઘટ્યું છે. 15 ડેમમાં સ્ટોક સામાન્ય કરતાં અડધો છે, જેમાં દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ગંભીર છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પાણીની અછત વધી છે. મહારાષ્ટ્રના ભીમા ઉજ્જૈની અને બિહારના ચંદન બંધ જેવા જળાશયો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. આનાથી 6 જળ વિદ્યુત પ્રોજેક્ટ પર પણ અસર પડી શકે છે.