વ્યારા અને સોનગઢમાં 1 ઇંચ વરસાદ, અન્ય તાલુકામાં ઝાપટાં
વ્યારા અને સોનગઢમાં 1 ઇંચ વરસાદ, અન્ય તાલુકામાં ઝાપટાં
Published on: 03rd August, 2026

તાપી જિલ્લામાં શુક્ર-શનિવારે થયેલા ભારે વરસાદ બાદ રવિવારે મેઘરાજાએ વિરામ લેતા વાતાવરણ ખુલ્લું થયું, જેનાથી લોકોએ રાહત અનુભવી. વ્યારા અને સોનગઢ તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ડોલવણ અને ઉચ્છલ સિવાયના અન્ય તાલુકાઓમાં ઝાપટાં રહ્યા. બે દિવસના મુશળધાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું. નદીઓ, કોતરો, તળાવો અને ચેકડેમોમાં પાણીની આવક થતાં ખેડૂતો ખુશ છે. રવિવારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં સાથે વાતાવરણ ખુલ્લું થતાં લોકોએ હાશકારો અનુભવ્યો.