PV સિંધુની 2 વર્ષ બાદ ટાઇટલ જીતમાં વિરાટ કોહલી નો મોટો ફાળો
PV સિંધુની 2 વર્ષ બાદ ટાઇટલ જીતમાં વિરાટ કોહલી નો મોટો ફાળો
Published on: 21st July, 2026

ઓલિમ્પિક મેડાલિસ્ટ PV સિંધુએ જાપાન ઓપન સુપર-750 ટાઇટલ જીત્યા બાદ પોતાની શ્રેષ્ઠ વાપસીનો શ્રેય ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને આપ્યો છે. લગભગ 2 વર્ષ બાદ આ ખિતાબ જીતીને સિંધુએ કહ્યું કે, કરિયરના સૌથી મુશ્કેલ તબક્કામાં તેમણે વિરાટ કોહલી પાસેથી સલાહ લીધી હતી, અને તેમની એક શિખામણે સમગ્ર વિચાર બદલી નાખ્યો હતો. સિંધુએ ઈજાઓ, ખરાબ પ્રદર્શન અને માનસિક દબાણ વચ્ચે વિરાટ કોહલીનો સંપર્ક કર્યો હતો, જેમના માર્ગદર્શનથી તેમને ઘણી મદદ મળી.