સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
Published on: 21st July, 2026

દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને વધુ સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડિસ્ચાર્જ સમયે તેમની સ્થિતિ સ્થિર હતી, પરંતુ લોહીના કોષોમાં ઘટાડો અને પોટેશિયમનું નીચું સ્તર હોવાથી સતત નિષ્ણાત દેખરેખ જરૂરી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. હાઈકોર્ટે તાત્કાલિક સારવાર માટે શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. સરકારની સંમતિ બાદ મેદાંતામાં વિશેષ તબીબી ટીમ તેમની સારવાર અને દેખરેખ રાખશે.