PM આવાસ પાસે ધરણાં સ્થળે પોલીસ કાર્યવાહીથી કોંગ્રેસ નેતાઓમાં રોષ
PM આવાસ પાસે ધરણાં સ્થળે પોલીસ કાર્યવાહીથી કોંગ્રેસ નેતાઓમાં રોષ
Published on: 21st July, 2026

દિલ્હીમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં વડાપ્રધાન આવાસ તરફ માર્ચ કરી રહેલા કોંગ્રેસના અગ્રણી નેતાઓ પર પોલીસે કરેલી કાર્યવાહી, રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓની ઢસડીને કરાયેલી અટકાયત અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપ્ત ગડબડોને લઈને કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર સામે આકરો મોરચો માંડ્યો છે. નેતાઓએ પોલીસની બળજબરી અને અત્યાચારને લોકશાહી પર કાળો ધબ્બો ગણાવતા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી દોહરાવી છે. રાહુલ ગાંધીની અટકાયતથી દેશવાસીઓના દિલ દુભાયા છે.