રેમન્ડના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું નિધન.
રેમન્ડના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું નિધન.
Published on: 29th March, 2026

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન થયું છે, પુત્ર ગૌતમે સોશિયલ મીડિયા પર માહિતી આપી. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં થશે. તેઓ દૂરંદેશી નેતા અને સમાજસેવી વ્યક્તિ હતા. તેઓ 2017થી પુત્ર ગૌતમ સાથે સંપત્તિના વિવાદને કારણે ચર્ચામાં હતા. તેઓ એડવેન્ચર અને એવિએશનના શોખીન હતા. વિજયપતે ‘એન એન્જલ ઇન એ કોકપિટ’ પુસ્તક લખ્યું હતું.