દિલ્હી ફેક્ટરી આગ: ગભરાટમાં કૂદતા 6 લોકો ઘાયલ
દિલ્હી ફેક્ટરી આગ: ગભરાટમાં કૂદતા 6 લોકો ઘાયલ
Published on: 13th September, 2026

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં આવેલી સ્પોર્ટ્સ ગિયર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે કોઈનું સીધું મોત થયું નથી, પરંતુ ગભરાટમાં સામેની ઇમારત પરથી કૂદી પડતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જુડો ડ્રેસ અને બોક્સિંગ ગ્લવ્ઝ બનાવતી આ ફેક્ટરીમાં આગ લાગતા 15 ફાયર ટેન્ડર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે અને તેમની સ્થિતિ જોખમ બહાર છે. આગનું કારણ હજુ અસ્પષ્ટ છે.