કર્ણાટકના શિવમોગ્ગામાં દશેરા સરઘસમાં હાથી બેકાબૂ
કર્ણાટકના શિવમોગ્ગામાં દશેરાના સરઘસ દરમિયાન સોમનન્ના નામનો હાથી બેકાબૂ બન્યો હતો. તેની પીઠ પર રહેલી 650 કિલોની ચાંદીની અંબાડી નીચે પડી જતાં લોકોમાં અફરાતફરી મચી હતી. હાથીને કાબૂમાં લેવા પશુચિકિત્સકોએ દવા આપી હતી અને પોલીસે ભીડને નિયંત્રિત કરી હતી. મંત્રીએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા હાથીઓને તાલીમ આપવાનો આદેશ આપ્યો.
