સીમાંકન બિલ અંગે અટકળો વચ્ચે રાજ્યસભામાં પેટાચૂંટણી જાહેર
મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને રાજીનામું આપતાં 12 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. મુરુગને તમિલનાડુમાં પક્ષ સંગઠનને મજબૂત કરવા આ નિર્ણય લીધો છે. બીજી તરફ, સંસદમાં સીમાંકન સુધારા બિલ લાવવાની અટકળો અને મહિલા અનામત મુદ્દે DMKના સમર્થનની જરૂરિયાત વચ્ચે મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની શક્યતાઓ સેવાઈ રહી છે.
