દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસની ભવ્ય ઉજવણી
દાદરા અને નગર હવેલીના 73મા મુક્તિ દિવસની ભવ્ય ઉજવણી
Published on: 03rd August, 2026

રવિવારે દાદરા અને નગર હવેલીએ 72 વર્ષની આઝાદી પૂર્ણ કરી 73મો મુક્તિ દિવસ ઉજવ્યો. આ પ્રસંગે કલેક્ટર પ્રિયંક કિશોરે ધ્વજવંદન કર્યું અને નમો મેડિકલ કોલેજ તથા શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓ વર્ણવી. સેલવાસમાં યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. મુક્તિ દિવસની ઉજવણીમાં સાંસદને પ્રવચનનો અવસર ન મળતાં લોકોમાં નારાજગી જોવા મળી.